હસન પોતાના લેપટોપને ચાલુ કરીને એક મેલ આઈ ડી ખોલે છે. તેમાં એક મેઈલ આવેલો હોય છે. મેઈલમાં એક ફાઈલ મોકલી હોય છે. તે ફાઈલ ડાઉનલોડ કરી હસન જોવા લાગે છે અને એમાં ભારતીય પ્રધાનમંત્રી ની સ્પીચ હોય છે જેમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કાશ્મીરમાં કરવાની ઘોષણા હોય છે. હસન ફરીથી તે ઘેઘૂર અવાજ વાળી વ્યક્તિને ફોન કરે છે. "તહખાના દેખ લિયા ભાઈજાન... " હસન કહે છે. "જન્નત ભી મહફૂઝ નહીં હૈ... " તે ઘેઘૂર અવાજ કહે છે. "આનેવાલે દિનોં મે ગરમી બઢનેવાલી હૈ...માલીક ઔર નૌકર દોનો પરેશાન..."હસન કહે છે. "દીવારો કે ભી કાન હોતે હૈ... અલ્લાહ હાફીઝ" તે ઘેઘૂર અવાજ ફોન મુકી દે