હમણાં દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો.'કોક્રોચ જનતા પાર્ટી'ના કાર્યકરો દ્વારા કરાયેલા ઉગ્ર વિરોધ અને લાંબા ઉપવાસ આંદોલનનો આખરે વિજય થયો. ચોતરફથી દબાણ વધતા, હાઈકમાન્ડના આદેશથી આખરે ધર્મેન્દ્ર પ્રધાને ભારે હૈયે પોતાનું રાજીનામું વડાપ્રધાનને સોંપવું પડ્યું! ટીવીની બધી જ ન્યૂઝ ચેનલો બ્રેકિંગ ન્યૂઝના નામે આ ગરમાગરમ સમાચારથી ઊભરાઈ ગઈ હતી.સાંજના સમયે અમારા પાનના ગલ્લે મિત્રમંડળીની કાયમી બેઠક જામી હતી અને આ જ મુદ્દા પર ચર્ચાની ચાકડે ચડી રહી હતી."કોણ કહે છે કે અમારી પાર્ટીમાં રાજીનામાની પ્રથા નથી? જુઓ, આખરે આપવું પડ્યું ને રાજીનામું!" એક જેન-ઝી (Gen-Z) યુવાને છાતી કાઢીને ગર્વથી કહ્યું.ત્યાં જ અમારા પત્રકાર મિત્ર 'હરખચંદ હોલીવુડ' બોલી ઊઠ્યા, "અરે ગમે