પિતાનો સંઘર્ષ

  • 146
  • 1

      મારા ગઢા આપા એટલે કે મારા દાદા(ઓઘડ ગાંગા સરૈયા ભરવાડ)ને કુલ અગિયાર સંતાન જેમાં નવ દીકરાને બે દીકરીઓ, મૂળ વ્યવસાય પશુપાલનનો( ગાયો, ઘેટા, બકરા) તેમ છતાં મારા દાદી(જાનામાં)એ બધાને લાડકોડથી ઉછેરી મોટા કર્યા જેમાં મારા આપા(પિતા)મૈયાભાઈ નો ભાઈઓ માં ત્રીજો નંબર એટલે આટલા ભાંડરુંમાં મોટાભાઈઓની જવાબદારી વધારે ગણાય એટલે ઘરના બધા ભાંડરુંનું પોહાણ પશુપાલનમાં થાતું નોતું અને આર્થિક જરૂરિયાતને કારણે મારા પિતા ગામના એક ખેડૂત કણબી(પટેલ)ની ભેગા સાથીપણું કરવા મૂકેલા( તેમને જ મૂકવાનું કારણ: છફૂટ, છઈંચ હાઇટ બોડી અમારા આખા ખાખુઈ ગામમાં હજુ એમનાથી ઊંચું કોઈ પેદા નથી થયું) જેમાં ખેતીકામ /મજૂરી કરવાની તેના બદલામાં દાણા(અનાજ) આપતા