"એ આ શું છે?" અમિત પારેખ ગુસ્સે થઈ જાય છે."વ્યક્તિગત સવાલો ન પુછો પ્લીઝ.." મહેચ્છા કહે છે."નવનીત જી પણ એક ખુબ જ મહત્વપૂર્ણ સરકારી અધિકારી છે. એ આજે ઉદયપુર માં પ્રોપર્ટી વિઝિટ કરવા માટે ગયા છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે."ઓકે સર. પણ તેમણે ખબર તો પુછી ને?" પત્રકાર પુછે છે."તમને કીધું ને નો પર્સનલ લાઇફ.." મહેચ્છા ગુસ્સે હતી. "મેડમ ની તબિયત ઠીક નથી. ગુસ્સે ન કરાવો." રોનક શ્રીવાસ્તવ મીડિયા સામે હાથ જોડીને કહે છે.મહેચ્છા હવે કારમાં જ સીધી નીકળી જાય છે. તેને નવનીત પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો પણ પોતાની જાતને સંભાળી લે છે અને રોનક શ્રીવાસ્તવ તેમજ અમિત