રોનક શ્રીવાસ્તવ ઘરમાં પહોંચી ગયા પછી નવનીત ને ફોન કરે છે."નવનીત એક સીનીયર ઓફીસર તરીકે મારી વાત માનીશ?""શું સર?" નવનીત પુછે છે."આપણે ગમે તેટલા જરૂરી કામમાં કેમ ન હોઈએ પણ આપણે પરિવાર ને સમય આપવો જ જોઈએ. પરિવાર જ નોકરી પછી આપણે સાથે રહેવાનો. મને આજે મહેચ્છા ના ચહેરા પર ઉદાસી જોવા મળી." રોનક શ્રીવાસ્તવ કહે છે."જી સર હું સમજી ગયો. હમણાં જ ફોન કરું." નવનીત કહે છે.આ તરફ મહેચ્છા ની તબિયત સારી હતી અને બીજા દિવસે સવારે જ તેને રજા આપવામાં આવશે એમ ડોક્ટર કહી ગયા હતા. મહેચ્છા તકિયા ના ટેકે બેસી મધુકર સાથે વાતચીત કરી રહી હતી."શું કરીએ