" એક ગામમાં દાનવિર કુનબી રહેતો હતો , તે એટલો બધો દાનવિર હતો કે આખું ધન દાનમાં આપી દીધું , સમય જતાં કુનબી ખૂબ ગરીબ થઇ ગયો. દિવાળીનો સમય આવ્યો , કુનબીના આડોશ- પાડોશના લોકો તહેવારની તૈયારી કરવા લાગ્યા પણ કુનબીના ઘરે નિરાશા છવાઇ ગઇ કે , દિવાળીનો તહેવાર છે અને આપણે ત્યાં બિલકુલ પૈસા જ નથી. લોકો દિવાળીમાં ખરીદી કરશે મિઠાઇ બનાવશે અને આપણાં સંતાનો એમને એમ જ જોતા રહી જશે. આમ કુનબીની પત્ની વિચારી રહી હતી. કુનબીને કહેવા લાગી કે દિવાળીનો તહેવાર છે તો કોઇકના ત્યાંથી પૈસા માંગી લાવો જેથી આપણે દિવાળી ઉજવી શકીએ.