"ઓ મીના ," રાધા એ બૂમ પાડી . "આજે તો ખુબ જ વરસાદ પડે છે, ચાલ, ફળિયામાં ન્હાવા જઈએ.." મીના પોતાનું હોમવર્ક કરતી હતી પણ રાધાની બૂમ સાંભળીને ઉતાવળે- ઉતાવળે ઘરની બહાર નીકળી ગઈ. તેની પાછળ તેની મમ્મી એ પણ બૂમ પાડીને કીધું કે ,'તારી નોટ તો મુકતી જા, હું નહીં મૂકું . તારે જ આવીને મૂકવી પડશે. તારા પપ્પા કાઈ પણ કહે તો મને કહેતી નહીં, હું કઈ ના જાણું. તું જાણે ને તારા પપ્પા..... ' પણ મીના એ તો કાંઇ સાંભળ્યું જ નહીં. તે તો ફટાફટ ઘરની બહાર દોડી ગઈ.