વરસો પહેલાં મારા બાપુજી ગુરુદત્તની ફિલ્મ "સાહબ બીબી ગુલામ જોઈને આવ્યા. મેં તેમને પૂછયું કે ફિલ્મ કેવી લાગી? ત્યારે તે બોલ્યા," બહુ સરસ હતી, અને તેમાં નિરૂપારૉયનો રોલ સરસ હતો. મને ગમ્યો." "સાહેબ બીબી ગુલામ અને નિરૂપારૉય?" મારાથી બોલાય ગયું. મેં આગળ ચલાવ્યું," ગરુદત્તે બીજું પિક્ચર બનાવ્યું લાગે છે. બાકી એ ફિલ્મમાં તો મીનાકુમારી છે.". મારા બાપુજી બોલ્યા મને તો બધીઓ સરખી લાગે છે. અને જે હોય તે ,મને તેમાં કાંઈ ફેર લાગતો નથી." ત્યારે હું વડોદરા કોલેજમાં ભણતો હતો. બાપુજી રિટાયર્ડ થઈને રાજપીપલામાં રહેતા મને અચાનક મારા બાપુજી યાદ આવી ગયા. જ્યારે મેં મારા દીકરા સંદિપને કહ્યું કે રામલીલા