વીસમો પરિચ્છેદસ્વરૂપ અને કરુણા કાશી (બનારસ) માં છે. કરુણાની ખરાબ હાલત વર્ણવી શકાય તેમ નથી. હંમેશા ડરના ઓથાર હેઠળ રહીને તે કેવા સંજોગોમાં દિવસો વિતાવી રહી છે, તે માત્ર એ જ જાણે છે. સ્વરૂપનો ભ્રમ પણ ઘણા દિવસોથી ભાંગી ગયો છે, હવે તે સમજી ગયો છે કે કરુણા તેને પ્રેમ નથી કરતી. તે વિચારી રહ્યો છે, 'આ વળી કેવી મુસીબત! આટલી મહેનત કરીને લાવ્યો, ગાડીભાડું આપ્યું— બધું જ વ્યર્થ ગયું!' તે ખૂબ જ કંટાળી ગયો છે, એ કહેવાની જરૂર નથી. તેણે વિચાર્યું હતું કે અત્યાર સુધી કવિતાઓમાં જે લખતો આવ્યો છે, કલ્પનાઓમાં જે ચિત્ર દોરતો આવ્યો છે, આજે એ પ્રેમના