અઢારમો પરિચ્છેદમહેન્દ્ર ચાલ્યો ગયો ત્યારે રજનીએ વિચાર્યું, 'હું જ કદાચ મહેન્દ્રના ચાલ્યા જવાનું કારણ છું!'મહેન્દ્રની માતાએ વિચાર્યું કે રજનીએ જ મહેન્દ્ર સાથે કોઈ ખરાબ વર્તન કર્યું હશે; તેમણે આવીને કહ્યું, 'મૂઈ, કેવી ડાકણ ઘરમાં લાવી હતી!'રજનીના સસરાએ આવીને કહ્યું, 'રાક્ષસી, તેં આખો સંસાર ઉજ્જડ કરી નાખ્યો!'રજનીની નણંદે આવીને કહ્યું, 'આ કમનસીબ સાથે ભાઈના કેવા કુભેગે (અશુભ ચોઘડિયે) લગ્ન થયા હતા!'રજની એક પણ શબ્દ બોલી નહીં. રજનીને પોતાની જાત પ્રત્યે જ એટલો તીવ્ર તિરસ્કાર પેદા થયો હતો કે, એ તિરસ્કારની પીડામાં તેને લાગ્યું કે આમાંથી એક પણ વાત ખોટી નથી. તેને લાગ્યું કે જે ધિક્કાર તેને મળી રહ્યો છે, તે ધિક્કારને