ગીતા અને કવિતાએ જગાભાઈના બ્લોગ 'કુંવારા જેઠની કલમે' ની લિંક સીધી સોનલના ઇન્સ્ટાગ્રામ ઇનબોક્સમાં શેર કરી દીધી. ગીતાએ નીચે એક નાનકડો મેસેજ પણ લખી નાખ્યો— "સોનલબા, તમારા થનારા વરરાજની અસલી સોશિયલ ખોપડી જોવી હોય, તો આ વાર્તાઓ વાંચી લેજો. આમાં બીજું કાંઈ નથી, પણ આપણા જ ઘરના ડખા અને વહુઓની બદનામી કરીને રૂપિયા કમાવવાનો આખો ખેલ છે!બીજી તરફ, ડેલામાં જગાભાઈ પોતાની નવી જીતની ખુશીમાં મોજથી ખાટલે બેઠા બેઠા માવો ચોળતા હતા. નાથુજી ગામમાં લગનનું સીધું (કરિયાણું) લેવા ગયા હતા અને ભગો-દિલો જાનની બગી અને બેન્ડવાળા નક્કી કરવા તાલુકે ગયા હતા. આખું ઘર લગનના રંગમાં રંગાયેલું હતું.બરાબર બપોરના બે વાગ્યા અને ડેલાની