કુંવારો જેઠ - ભાગ 9

  • 200
  • 94

"એક લાખ રૂપિયા? જગા, તું ચોરી કરવાનો છો કે શું?" નાથુજીએ અવિશ્વાસથી દીકરા સામે જોયું. ભગો અને દિલો પણ મોઢું ફાડીને મોટાભાઈને જોઈ રહ્યા હતા.જગાભાઈએ વટથી માવો મોઢામાં સરકાવ્યો, "બાપુજી, ચોરી એ તો નબળા માણસોનું કામ છે. આ જગો તો પોતાની બુદ્ધિ અને સોશિયલ મીડિયાના પાવરથી કમાશે. આજકાલ દુનિયામાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે– જેને 'ડિજિટલ મોકિંગ' (Digital Mocking) કહેવાય. લોકો ઇન્ટરનેટ પર વિડીયો બનાવીને લાખો કમાય છે. મેં નક્કી કર્યું છે કે હું સુરજપર ગામની પંચાત અને રમુજી કિસ્સાઓ પર ઓનલાઇન બ્લોગ અને ટૂંકી વાર્તાઓ લખીશ!વાસ્તવમાં, જગાભાઈએ ગામના પાદરે કાળુના ગલ્લા પર બેસીને ડિજિટલ કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન અને પબ્લિશિંગ પ્લેટફોર્મ્સ