કુંવારો જેઠ - ભાગ 8

  • 314
  • 116

ઘાસના ઢગલામાંથી બહાર નીકળેલા જગાભાઈના મોઢા પરથી વટ ઓગળીને સીધો હેઠો બેસી ગયો હતો. મૂછો પર ઘાસના તણખલાં એવી રીતે ચોંટ્યા હતા જાણે કોઈ પક્ષીએ માળો બાંધ્યો હોય!સોનલ ગાડી પાસે ઊભી ઊભી કમર પર હાથ રાખીને જગાભાઈને તાકી રહી હતી. એની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને સાફ દેખાતા હતા. ગિજુભાઈ પણ માથું ખંજવાળતા બોલ્યા, "અલ્યા જગા! આ ટ્રેક્ટર સીધું ચલાવવાનું હોય, તેં તો આખું પાછળ ભગાવીને ઘાસના ગંજીમાં ઘુસાડી દીધું! તને ટ્રેક્ટર ચલાવતા આવડે છે કે તું ખાલી ગપ્પા જ મારે છે?"ગીતા અને કવિતા મોઢા પર સાડલાનો છેડો દબાવીને અંદરોઅંદર તાળીઓ લેતી હતી. ગીતાએ ધીમેથી કીધું, "જોયું કવિતા? કુંવારા જેઠનો