કુંવારો જેઠ - ભાગ 7

  • 194
  • 54

જગાભાઈની સગાઈના પેંડા હજુ ઓસરીમાં પડ્યા હતા, ત્યાં જ ગીતા અને કવિતાએ ડેલાની પાછળ આવેલા લીમડા નીચે નવો મોરચો માંડ્યો. ગીતા સ્માર્ટફોનમાં ખોવાયેલી હતી. કવિતાએ પૂછ્યું, "ગીતાબૂન, આ ફોનમાં શું ફાંફા મારો છો? આપણે સગાઈ તોડવાનો પ્લાન કરવાનો છે ને તમે ક્વીન ઓફ કાઠિયાવાડ આઇડી ખોલી ને બેઠા!ગીતાએ રહસ્યમય સ્મિત આપ્યું, "અરે કવિતા, આજકાલના જમાનામાં કોઈના ભૂતકાળની પોલ ખોલવી હોય તો ચોરે જવાની જરૂર નથી, બધું આ ચોરસ ડબ્બામાં જ મળી જાય! આ જો, ક્વીન ઓફ કઠિયાવાળ એ ઇન્સ્ટાગ્રામ પર સોનલની પ્રોફાઇલ શોધી કાઢી."કવિતાએ પણ ફોનમાં આંખો પરોવી. સોનલની પ્રોફાઇલમાં લક્ઝરી ગાડીઓ, મોંઘા રિસોર્ટના ફોટા અને રીલ્સનો ભંડાર હતો. પણ ગીતાની