"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજરી આપીશ. આ પ્રસંગે ઈગ્લેંડ ના પ્રમુખ આપણા મોંઘેરા મહેમાન છે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી સહિત બીજા ક્ષેત્રમાં અબજો ના વેપાર માટે કરાર કરશે.જય હિંદ". ભારત ના પ્રધાનમંત્રી શ્રી બલબીર સિંહએ પોતાનુ દેશ ના નામે સંદેશ પુર્ણ કર્યું. આ ભાષણ પૂરું થતાં જ ગૃહ મંત્રીએ દેશની તમામ સંરક્ષણ સંસ્થાઓ ની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય જાસૂસી સંસ્થા ના પ્રમુખ શ્રી અશોક બસુ પણ સામેલ થયા. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના પ્રમુખ શ્રી