ડણક અને ડાંગ - ભાગ 10

(186)
  • 948
  • 471

ભાગ ૧૦: મસાણી રાત અને રણચંડીનો સંગાથ  “હાકલ પડી ને હૈયું ફાટ્યું, જાગ્યો ભોમિયો ભીડનો,  હાથે ડાંગ ને મુખે મહાદેવ, મારગ લીધો ગીરનો.  એકલો નથી તું ઓ ગોવાળિયા, પાછળ જોગમાયા જાગી,  રણમેદાનમાં રમવા આજે, મોતની શરણાઈ વાગી!”  સમય: રાતના ૨ વાગ્યા (અમંગળ ઘડી)  સ્થળ: કનકાઈના જંગલનો રસ્તો અને મંગલનો ગુપ્ત અડ્ડો  મધરાતનો ગજગ્રાહ જામ્યો હતો. ગીરના જંગલ માથે અમાસની કાળી કામળી ઓઢાઈ ગઈ હતી. પવન પણ થંભી ગયો હતો, જાણે કુદરત શ્વાસ રોકીને કોઈ મહા-સંગ્રામની રાહ જોતી હોય.  નેસડામાંથી એક પડછાયો તીરની જેમ છૂટ્યો.  કાનજી.  તેના હાથમાં પિત્તળની કડીઓ જડેલી, તેલ પાયેલી મજબૂત ‘ડાંગ’ હતી. તેના ઉઘાડા ડીલ પર પરસેવો નહોતો, પણ ક્રોધની જવાળા હતી. તેના ગળામાં તૂટેલા રુદ્રાક્ષની ખાલી