પણ તું કેવી રીતે આવીશ? હું ચાર્ટર્ડ પ્લેન ની વ્યવસ્થા કરી આપું?" નવનીત પુછે છે."ના. હું રોનક સર સાથે વાતચીત કરી આવતી રહીશ." મહેચ્છા કહે છે."ચલો ઠીક છે." નવનીત કહે છે.દિલ્હી આ તરફ દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર ના એક ભવનમાં વાતચીત ચાલી રહી હતી. મુખ્ય નાણાં સચિવને કેન્દ્ર સરકારના નાણામંત્રી બોલાવે છે."આ બધું શું ચાલી રહ્યું છે? તમારા કેન્દ્ર સરકાર ના રેવન્યુ અધિકારી રાજય સરકાર ની વાતો સાંભળી રહ્યા છે? શું થયું?" "સર મને પણ આછી પાતળી માહિતી જ છે. પણ એ સાવ નવો આઈ.એ.એસ ઓફીસર છે. હજી સુધી તેણે કોઈ કાગળ સહી નથી કર્યો તેથી તેના પર કોઈ કાર્યવાહી કરી ન