"એટલે જ નાણાં મંત્રી મને પહેલા જ દિવસે બોલાવી બધી અટપટી ફોર્મ્યુલા ની વાતચીત કરી રહ્યા હતા. " નવનીત કહે છે."હા સર. તમે એટલે જ કંઈ બોલ્યા નહીં એ જ સારું કર્યું." પ્રીતમ સિંહ કહે છે."મને આપ રાજસ્થાન ના જિલ્લા પ્રમાણે કૃષિ જમીન, ઉધોગ ની જમીન તેમજ સરકારી અને પ્રાઇવેટ જમીન કેટલી છે એ બધા વિષે આખો રિપોર્ટ મને બે દિવસ પછી એટલે કે સોમવારે આપજો." નવનીત કહે છે."સર પણ આ રિપોર્ટ શું કામ જોઈએ?" પ્રીતમ સિંહ પુછે છે."બસ બધી વાત તમને સમજાવવાની જરૂર નથી. હું જેટલું કહું એટલું જ કરો." નવનીત કહે છે."જો તમને યાદ ન હોય તો રિતેશ