રાખમાંથી ઊગેલી વસંત

માહી ઘણી વાર વિચારતી હતી કે માણસ ખરેખર ક્યારે તૂટી જાય છે? જ્યારે કોઈ તેનો હાથ છોડી દે ત્યારે, કે જ્યારે તે પોતાની અંદરથી જ ખોવાઈ જાય ત્યારે?બાળપણમાં તેણે પ્રેમ વિશે ઘણી વાર્તાઓ સાંભળી હતી. તેને લાગતું હતું કે એક દિવસ કોઈ આવશે, જે તેના મનને વાંચી શકશે, તેની આંખોમાં છુપાયેલા સપનાઓને ઓળખી શકશેમાહી બાળપણથી જ હસતી-રમતી છોકરી હતી. તેને વરસાદમાં ભીંજાવું ગમતું, રાત્રે છત પર સૂઈને તારાઓ જોવાનું ગમતું અને સૌથી વધારે ગમતું હતું પોતાના આવનારા જીવન વિશે સપનાં જોવાનું. તેના માટે લગ્ન એટલે પ્રેમ, હૂંફ અને એવો સાથી, જે જીવનના દરેક વળાંકે તેનો હાથ પકડીને ઊભો રહે.પરંતુ લગ્નના