ભાગ - ૧૯: બુર્જ અલ-શેડો, રક્તરંજિત પિશાચ અને સામ્રાજ્યનું સ્મશાનમુંદ્રા પોર્ટ પરથી નીકળેલું એ વિશાળ કાળું શિપ જ્યારે અરબી સમુદ્રના મોજાં ચીરીને દુબઈના પ્રાઈવેટ પોર્ટ આઈલેન્ડ પર લંગારાયું, ત્યારે સમુદ્રની હવા પણ જાણે ગરમ તેજાબ જેવી ભાસતી હતી. વિદેહિતા શિપની ડેક પરથી નીચે ઉતરી. તેની કાળી સિલ્ક સાડીના છેડા પવનમાં લહેરાતા હતા, અને તેની કમર પર બે પાવરફુલ સબ-મશીનગન (Submachine guns) અને અર્ણવની એ લોહીયાળ 9mm પિસ્તોલ સજ્જડ ગોઠવાયેલી હતી. તેની આંખોની અંદર હવે વેરની એવી તરસ હતી, જે માત્ર સુલેમાન ખાનના લોહીથી જ છીપાઈ શકે તેમ હતી.‘V-સિન્ડિકેટ’ની બ્લેક સ્ક્વોડના બાર અત્યાધુનિક હથિયારધારી કમાન્ડોઝ તેની પાછળ મૂકબધિર થઈને ચાલતા હતા.