ભાગ - ૧૨: કોર્ટરૂમમાં રક્તપાત, કાયદાનો બળાત્કાર અને રૌદ્રાવતારરૂદ્રપ્રતાપ સિંહ રાજની એ છેલ્લી ધમકી કેબિનની હવામાં કોઈ ઝેરી ગેસની જેમ પ્રસરી રહી હતી. તે જ્યારે બ્લેક થ્રી-પીસ સૂટના ખિસ્સામાં હાથ નાખીને, બૂટનો તીણો અવાજ કરતો કેબિનની બહાર નીકળ્યો, ત્યારે અર્ણવ અને વિદેહિતા બંનેના ચહેરા પર એક અજાણી ક્ષણ માટે સ્તબ્ધતા છવાઈ ગઈ. પણ એ સ્તબ્ધતા ડરની નહોતી, એ તો આવનારા એવા તોફાનની એંધાણી હતી જે આખા ગુજરાતના ન્યાયતંત્રને હચમચાવી મુકવાનું હતું."વિદેહિતા, આ માણસ કાયદાનો વકીલ નથી, એ કાયદાનો જલ્લાદ છે," અર્ણવે ધ્રૂજતા હાથે લેપટોપની સ્ક્રીન બંધ કરી. "દિલ્હીના હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસ હોય કે મુંબઈના અંડરવર્લ્ડના કરોડોના હવાલા ટ્રાન્ઝેક્શન, રૂદ્રપ્રતાપ જે