રઘુવંશ - ભાગ 9

  • 28

"જેના તેજ આગળ બ્રહ્માંડના ક્રોધ સમાન દુર્વાસાએ પણ નમવું પડ્યું અને જેના રક્ષણ માટે સાક્ષાત્ હરિનું સુદર્શન દાસ બનીને ફરતું, એ અયોધ્યાના પરમ ભાગવત રાજર્ષિ અંબરીષની આ પવિત્ર રક્તગાથા  રઘુવંશ."#રઘુવંશ ભાગ. 9. ભક્તિ પાછળ ફરતું સુદર્શન અને અયોધ્યાનું અજેય સત્ય રાજર્ષિ અંબરીષચક્રવર્તી સમ્રાટ માનધાતાના જ્યેષ્ઠ પુત્ર પુરુકુત્સે પાતાળ અને પૃથ્વી પર પોતાની ધાક બેસાડી સૂર્યવંશનું ગૌરવ અખંડ રાખ્યું હતું. પરંતુ, તેમના અનુગામી અને સમ્રાટના દ્વિતીય પુત્ર રાજર્ષિ અંબરીષની ગાથા સૂર્યવંશના ઇતિહાસમાં એક સાવ અલગ અને અલૌકિક શિખર સર કરે છે. અંબરીષ એ સાબિતી હતા કે રઘુકુળના વીરો માત્ર રણમેદાનમાં શસ્ત્રો ઉપાડીને જ વિજેતા નહોતા બનતા, પણ તેમના તપોબળ અને પરમ ભક્તિ આગળ