"એક ભાઈ જેણે પાતાળમાં જઈને અસુરોનો કાળ બન્યો, બીજો જેના રક્ષણ માટે સાક્ષાત્ હરિનું સુદર્શન ચક્ર ફરતું અને ત્રીજો જેની એક જ નજર કાળયવનને ભસ્મ કરવા સક્ષમ હતી સમ્રાટ માનધાતાના એ ત્રણ મહાબલી પુત્રોની અદ્ભુત રક્તગાથા રઘુવંશ."#રઘુવંશ ભાગ. 8 ચક્રવર્તીના ત્રણ મહાબાહુ ઉત્તરાધિકારી – પુરુકુત્સ, અંબરીષ અને મુચુકુંદચક્રવર્તી સમ્રાટ માનધાતાના અણધાર્યા અને ભયાનક અવસાન પછી, અયોધ્યા પર શોકનું મોજું ફરી વળ્યું હતું. પૃથ્વીથી લઈને અડધા સ્વર્ગ સુધી જેની આણ ચાલતી હતી, એવા વિરાટ સમ્રાટના જવાથી સૂર્યવંશ નબળો ન પડે તે માટે તેમના ત્રણ પરમ તેજસ્વી અને દિવ્ય શક્તિઓથી સંપન્ન પુત્રો આગળ આવ્યા. આ ત્રણેય ભાઈઓએ સમસ્ત બ્રહ્માંડમાં પોતાની શૌર્યગાથાથી નવો ઇતિહાસ