રઘુવંશ - ભાગ 7

  • 170

"જેણે પિતાના ગર્ભથી જન્મ લીધો અને જેને પોષવા માટે સ્વયં દેવરાજે પોતાનું અમૃત આપ્યું, એ સૂર્યવંશના પરમ પ્રતાપી સમ્રાટ યુવનાશ્વ (માનધાતા)ની દિવ્ય ગાથા રઘુવંશ."#રઘુવંશ ભાગ 7 દેવરાજનું અમૃત અને ચક્રવર્તીનું પ્રાગટ્ય – મહારાજ યુવનાશ્વ (માનધાતા)મહારાજ પ્રસેનજિતની ડાબી કૂખમાંથી જ્યારે એ દિવ્ય શિશુનું પ્રાગટ્ય થયું, ત્યારે અયોધ્યા સહિત સમસ્ત બ્રહ્માંડ આ અદ્ભુત લીલા જોઈને સ્તબ્ધ હતું. પુરાણોમાં વર્ણન છે કે તે શિશુ સામાન્ય નહોતો; તેના મુખ પર કરોડો સૂર્યનું તેજ હતું અને તેની ભુજાઓ જન્મજાત જ અત્યંત શક્તિશાળી હતી. પરંતુ, કુદરતના નિયમોથી પર જઈને જન્મેલા આ બાળક સામે એક મોટો વિકટ પ્રશ્ન એ હતો કે માતા વગર આ શિશુને સ્તનપાન કોણ કરાવશે?