બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 32

(45)
  • 1.1k
  • 492

   અબીરની કાર ખરાબ થઈ ગઈ હતી. ત્યાં તેનો ભેટો વિક્રમ સાથે થયો. વિક્રમએ અથર્વની ખિલાફ ખૂબ અબીરના કાન ભર્યા પરંતુ અબીર તેને એક થી એક ચડિયાતા જવાબ આપી રહ્યો હતો. આગળ તેણે કહ્યું,    મારો ભાઈ સાવજ છે વિક્રમ, તે ચાહતા હોત ને તો આ કંપનીને પાછી તારી પાસેથી છીનવી શકતા હતા, પણ તને તેમણે ભીખમાં આપી દીધી આ કંપની અને એક ગદ્દારને ભીખમાં આપેલી વસ્તુ સારી લાગે ને એટલી જ ખરાબ પણ લાગે... તને બેચેન કરી મૂકયો છે આ ભીખએ, જેના કારણે તું અમને બરબાદ કરવા ઈચ્છે છે. પણ એટલું યાદ રાખજે સાચાનું ક્યારેય કંઈ પણ ખોટું નથી થતું. ઈશ્વર