રાહીલ ઝોયાની રાહ જોઈને ઊભો હતો. ઝોયા બહાર આવી. રાહીલ તેને લઈને બહાર ઓફિસના ગાર્ડન એરિયામાં લઈને ગયો. ઝોયા તે બધુ શું ચાલી રહ્યું હતું? રાહીલએ સોફા પર બેસતા જ પૂછ્યું. ઝોયાને ખબર હતી રાહીલ કંઈ પણ જાણ્યા વગર તેને અત્યારે ક્યાંય હલવા પણ નહિ દે એટલે તેણે રાહીલને શરૂથી લઈને કેફેટેરિયા સુધીનું બધું જણાવી દીધું. રાહીલ બધું જાણ્યા બાદ થોડીવાર ચૂપ રહ્યો પછી કહ્યું, ઝોયા તને એ અબીર અને આ અબીરમાં ફરક આવ્યો તેવું લાગે છે. ઝોયાએ કહ્યું, રાહીલ જે જેવું હોય તેવું જ રહે. ઝોયા મને તો ફરક લાગે છે, તે અબીર અને અત્યારના અબીરમાં. તે