અથર્વનું થોડું મૂડ બગડી ગયું હતું. આર્યનને જોઈને અબીરએ પૂછ્યું, ભાઈ આ આર્યન તમને ઓછો પસંદ લાગે? એ છોકરી છે, તો હું એને પસંદ કરું? અથર્વએ લેપટોપ પર કામ કરતા કરતા જ થોડા અકળાઈને જવાબ આપ્યો. અબીરને હસવું આવ્યું, તેણે થોડી મસ્તી કરતા કહ્યું, હું ક્યાં છોકરી છું તો પણ તમને ગમુ છું ને.......ભાઈ તમે આર્યનથી જેલેસ થાવ છો? સિરિયલી અબીર, મને... અને એ પણ આર્યનથી ઈર્ષ્યા... ઈમ્પોસિબલ. અથર્વએ હસીને કહ્યું. તો તમે તેની સામે મોઢું કેમ બગાડ્યું? અબીરએ ફરી સવાલ પૂછ્યો. મે એટલે મોઢું બગાડ્યું કારણ કે કાલનો મીરાની પાછળ લાગ્યો છે. તે કાલે પાર્ટીમાં