વાંક કોનો? - ભાગ - 1

  • 250
  • 88

સવારના પાંચ વાગવામાં હજુ થોડી વાર હતી. આખું શહેર ગાઢ નિંદ્રામાં ડૂબેલું હતું. રસ્તાઓ પર સન્નાટો પથરાયેલો હતો. ક્યાંક દૂર કોઈ ચોકીદારની સિટી સંભળાતી હતી તો ક્યાંક કોઈ ભટકતો કૂતરો રસ્તા પર નિરાંતે ફરી રહ્યો હતો. પૂર્વ દિશામાં આકાશ ધીમે ધીમે ગુલાબી રંગે રંગાવા લાગ્યું હતું. રાત અને સવારની વચ્ચેનો એ શાંત સમય જાણે કોઈ ઊંડા વિચારમાં મગ્ન હોય એવો લાગતો હતો. પરંતુ શહેરના મધ્યમાં આવેલી એક ઓફિસમાં લાઇટો ઘણાં સમય પહેલાં જ પ્રગટી ચૂકી હતી. દરવાજા પર સોનેરી અક્ષરોમાં લખેલું હતું, "એડવોકેટ આયેશા ખાન."આજે આયેશા મેડમ રોજ કરતાં ઘણાં વહેલા ઓફિસે આવી ગયાં હતાં. આખી રાત તેમને ઊંઘ આવી