વાંક કોનો?ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા સમાજને અરીસો બતાવી જાય છે. વર્ષો સુધી લોકોની વચ્ચે રહીને, અનેક સ્ત્રીઓના મૌન, અનેક માતા-પિતાની લાચારી અને અનેક બાળકોની નિઃશબ્દ પીડા જોઈ છે. દરેક ઘટનાના અંતે એક જ પ્રશ્ન મારા મનમાં ઊભો થતો રહ્યો, "વાંક કોનો?"શું વાંક માત્ર વ્યક્તિનો હોય છે? કે પછી એ નિર્ણયોનો, જે આપણે પોતાના ન હોવા છતાં સ્વીકારી લઈએ છીએ? શું વાંક સમાજના રૂઢિચુસ્ત વિચારોનો છે? શું માતા-પિતાના અતિશય દખલનો છે? શું બદલાતા સમયનો છે? કે પછી આપણાં પોતાના મૌનનો?આ નવલકથા કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવવા માટે લખાઈ નથી. જીવનમાં બહુ ઓછા