સવાર થઈ ગઈ હતી. અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ફરી સામાન્ય જીવન શરૂ થઈ રહ્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં વાતાવરણ ખૂબ જ તણાવભર્યું હતું. અર્જુન પોતાના ટેબલ સામે ઊભો હતો. તેના હાથમાં ફોન હતો. તે જ સમયે માયરા ઓફિસમાં આવી. તેના હાથમાં એક નવી માહિતી હતી. “અર્જુન… મને કંઈક મળ્યું છે.” અર્જુન તેની તરફ વળ્યો. “શું?” માયરાએ ટેબલ પર એક જૂનો રિપોર્ટ મૂકી દીધો. “પંદર વર્ષ પહેલા થયેલા અકસ્માતની એક ગુપ્ત ફાઇલ.” અર્જુન ચોંકી ગયો. “ગુપ્ત?” માયરાએ ધીમે કહ્યું: “હા.” “આ ફાઇલ પોલીસ રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી હતી.” અર્જુન તરત ફાઇલ ખોલે છે. અંદર કેટલીક તસ્વીરો હતી. અને એક