છાંયો - 10 - વિક્રમ શાહ પર હુમલો

અમદાવાદના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં એક વિશાળ બંગલો હતો. બંગલાના ગેટ પર ભારે સિક્યુરિટી હતી.  બહાર ચાર ગાર્ડ ઉભા હતા. અંદર CCTV કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ બંગલો હતો — વિક્રમ શાહનો. શહેરના મોટા બિઝનેસમેન. પરંતુ તેની સફળતા પાછળ ઘણી અંધારી કહાની છુપાયેલી હતી. તે રાત્રે વિક્રમ શાહ પોતાના સ્ટડી રૂમમાં બેઠો હતો.  કોઈ દરવાજાની બહારથી તેને અવાજ આપી રહ્યું હોય એવું પ્રતિબિંબ અને ભય તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. રૂમમાં ધીમો લાઇટ હતો. તેના હાથમાં વિસ્કીનો ગ્લાસ હતો. પરંતુ તેના ચહેરા પર શાંતિ નહોતી. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં જે હત્યાઓ થઈ રહી હતી… તે તેને સતત