મમ્મીની વાત મને થોડી વિચિત્ર લાગી. પણ હું કંઈ બોલી નહીં. અને બીજા દિવસે સવારે હું તો નીકળી ગઈ મારા સમય પ્રમાણે. અને હું હજી મારી શાળાએ જ હતી અને મારા ભાઈનો મારી શાળાના ફોન પર ફોન આવ્યો. એણે કહ્યું કે અમે ડોકટરને ત્યાં આવ્યા છીએ અને ડોક્ટરનું કહેવું છે કે બાળકના ધબકારા બંધ થઈ ગયા છે. બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. એની વાત સાંભળીને મારે શું કરવું મને સમજ જ ન પડતી હતી. મેં ભાઈને કહ્યું તું શાંતિ રાખ હું આવું છું. પણ એ સમયે મારા મનમાં મમ્મીના શબ્દો ગુંજી રહ્યા હતા કે વધારે ખુશ નહીં થવાનું કાલે