કુંવારો જેઠ - ભાગ 2

  • 184
  • 70

ધોતિયું ફાટવાનો એ અવાજ એટલો કરકરો હતો કે રસોડાની દીવાલો પણ ધ્રુજી ગઈ! નવી વહુઓ ગીતા અને કવિતા સાડલાના છેડા પાછળ મોઢું છુપાવીને હસવું રોકવાનો નાકામ પ્રયાસ કરી રહી હતી. જગાભાઈની મરદવાળી મૂછો શરમના માર્યા જાણે હેઠી નમી ગઈ. પણ જગાભાઈ એટલે જગાભાઈ! પોતાની આબરૂના ધજાગરાને જ વટનું કારણ બનાવી દેવામાં એ પાવરધા હતા.એમણે ફાટેલા ધોતિયાને એક હાથે પકડી રાખ્યું, બીજા હાથે મૂછનો વળ સરખો કર્યો અને ગંભીર અવાજે બોલ્યા, "જોયું ગીતા વહુ? આને કહેવાય આખા ઘરનો ભાર! આ સોફાની સ્પ્રિંગો પણ મારા વિચારોના વજનથી તૂટી જાય છે. આ તો નવી વહુઓ પગલાં પાડે છે એટલે મેં કીધું લાવ, બ્રહ્મમુહૂર્તમાં