કબીર એક સરસ કોફી શોપમાં બેઠો હતો. આજે તેણે ફુલ સ્લીવ બ્લેક શર્ટ અને બ્લ્યુ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેમા તેની પર્સનાલિટી જ કંઈક અલગ લાગતી હતી. તેના પહોળા ખભા પર તેનો બેગ લટકતો હતો. આજે શોપમાં તે એકલો જ બેઠો હતો. તેના હાથમાં એક ગુલાબનું ફૂલ હતું. અને તે ફુલ ની ડાળખીને અંગુઠા અને તર્જનીથી પકડીને ફેરવી રહ્યો હતો. અને એના મનમા વિચારોનું પૂર આવી રહ્યું હતું. “આજે તો ફાઈનલી મારે એને પ્રપોઝ કરી જ દેવુ છે.” “પણ એ ના પાડી દેશે તો?”“હા પણ પાડી શકે છે.” “ના પણ પાડી શકે છે.” “એ હા પાડશે?” “એ ના પાડશે?” “હા પાડશે.!” “ના પાડશે.!”“એ બીજા કોઈને લાઇક કરતી