મહોરાંઓનો મહાભસ્મ અને નવો સૂર્યોદય‘રાણા વિલા’ના લોખંડના એ કાળા દરવાજા જ્યારે વિદેહિતાની કારની પાછળ બંધ થયા, ત્યારે તેની અંદર ચાલી રહેલો હાઈ-વોલ્ટેજ ડ્રામા અમદાવાદની આકરી બપોર કરતાં પણ વધુ દઝાડનારો બની ચૂક્યો હતો. વિદેહિતાએ સ્ટીયરિંગ વ્હીલ પર બંને હાથ સજ્જડ રીતે ભીંસ્યા હતા. તેના ચહેરા પર વિજયની ચમક તો હતી, પણ સાથે જ એક લાંબી અને કાળી લડાઈના થાકનો ઓછાયો પણ હતો. તેણે ડેશબોર્ડ પર રહેલા અર્ણવના ગુપ્ત નંબર પરથી કોલ કનેક્ટ રાખ્યો હતો."અર્ણવ, ફૂટેજ સેફ છે ને?" વિદેહિતાએ કારને એસ.જી. હાઈવે તરફ વાળતાં પૂછ્યું."એકદમ સેફ, વિદેહિતા. દિલ્હીના અને મુંબઈના ન્યૂઝ રૂમ્સમાં આ લાઈવ ફૂટેજ પહોંચી ચૂક્યું છે. તું ફાર્મહાઉસથી