મહેચ્છા ના કાર્યની બધા જ ખુબ પ્રશંસા કરી રહ્યા હતા.મહેચ્છા ની ન્યુઝ પર ગતિવિધિઓ જોઈ નવનીત ખુબ ગુસ્સે થઈ જાય છે. તેને દિનકર દાસગુપ્તા સર યાદ આવી જાય છે.એ કહેતા જ હતા કે મહેચ્છા ખરા અર્થમાં આઈ.એ.એસ અધિકારી બનવા લાયક છે. તેને સમાજ સુધારણા માં ખુબ રસ હતો. લીકેજ ની સમસ્યા નો ઉપાય મહેચ્છા ને લીધે જ થયો હતો.મહેચ્છા સાંજે ઘરે પાછી પહોંચી ત્યારે નવનીત પહેલા થી હાજર હતો. આ વખતે નવનીત ની પાસે રિસોર્ટ ના બે દિવસ ના વાઉચર હતા. નવનીત ને પણ સરકારી બંગલા ની ઓફર મળી હતી પણ એ મહેચ્છા ના બંગલામાં રોકાઈ તેની જગ્યાએ કોઈ બીજી