આખરે સર્કીટ હાઉસમાં બન્ને પહોંચી જાય છે. પછી પ્રથમ વખત જ મિસ્ટર એન્ડ મિસિસ નવનીત ના નામ થી રૂમમાં રોકાય છે. એ રાત તેમની મધુરજની હતી.નવનીત અને મહેચ્છા સમાજ ની ઉપેક્ષા કરી પોતાના સહજીવનની પ્રથમ રાત્રિએ ખુબ જ ખુશ હતા. પ્રથમ મિલન ની એ ક્ષણ તેમના પ્રેમની સાબિતી હતી. આજના સમયમાં જ્યારે શારિરીક પ્રેમ મનની ભાવનાઓ કરતા આગળ વધી જાય છે ત્યારે નવનીત અને મહેચ્છાએ આજ સુધી લક્ષ્મણ રેખા ઓળંગી ન હતી. એ રાત્રે નવનીત અને મહેચ્છા એકબીજાની નજીક આવ્યા અને તમામ બંધનોમાંથી મુક્ત થઈ એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયા. બન્ને મિત્રો હતા પછી પ્રેમમાં પડ્યા અને હવે બે શરીર અને