ગાદલું કંજૂસ ભગતરામના ખિસ્સામાં ૩ રૂપિયાનો સિક્કો પડ્યો હતો. એને લાગી થોડીક ભૂખ, પણ ત્રણ રૂપિયામાં આવે એવી એક પણ વસ્તુ એ દુકાને ન હતી. એની નજર એક લોટરીની ટિકિટ પર પડી. ભગતરામે એ ટિકિટ માંગી, પણ ટિકિટ પણ પૂરા ૫ રૂપિયાની. ભગતરામે હાથમાં ત્રણ રૂપિયા આપતા એ ટિકિટ માંગી. દુકાનદારને ખબર હતી કે આ કંજૂસ વધારે રૂપિયા હશે તો પણ નહીં આપે. એ પેકેટમાં એ છેલ્લી ટિકિટ હતી એટલે અંતે કંટાળીને દુકાનદારે એ વિચારતા જ કે આ કંજૂસના નસીબમાં વળી હોઈ—હોઈ ને શું જ હશે લોટરીમાં, એટલે એમણે પાંચ રૂપિયાની ટિકિટ ત્રણ રૂપિયામાં જ આપી દીધી. ઉમેરતાં કહ્યું; "આમાં જે