અસવાર - ભાગ 7

  • 556
  • 222

ભાગ ૭: પવન સાથે બાથસમય: ઓગસ્ટ, ૨૦૦૦ (વહેલી સવારના ૪ વાગ્યા)સ્થળ: સાણથલી ગામનું સુકાયેલું નદીનું કોતરહજી ગામમાં કૂકડા બોલ્યા નહોતા, આકાશમાં તારા ટમટમતા હતા, ત્યારે દેવાયતની ડેલીનો દરવાજો ધીમેથી ખુલ્યો.એક વિચિત્ર દ્રશ્ય હતું. રૂપા વ્હીલચેરને ધક્કો મારી રહી હતી અને દેવાયતના હાથમાં એક લાંબી દોરી હતી, જેનો બીજો છેડો કાળા ભમ્મર ‘સારંગ’ ના ગળામાં બાંધેલો હતો. સારંગ શાંત હતો, પણ તેની ચાલમાં એક પ્રકારની અધીરાઈ હતી.ગામલોકો જાગે અને મજાક ઉડાવે તે પહેલાં દેવાયતને ગામ બહાર નદીના કોતરમાં પહોંચવું હતું. ત્યાં કોઈ તેમને જોનારું નહોતું. ત્યાં માત્ર દેવાયત, સારંગ અને મોકળું મેદાન હતું.કોતરમાં પહોંચીને રૂપા હાંફી ગઈ. રેતીમાં વ્હીલચેર ચલાવવી એ