કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 46

  • 184
  • 104

ભાગ ૪૬: આઝાદીનો શ્વાસ: ડ્રગ-ફ્રી કેમ્પસ અને વીતતાં વર્ષો સમય કોઈની રાહ જોતો નથી. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના કેમ્પસમાં ઋતુઓ બદલાતી ગઈ. શિયાળાનું ધુમ્મસ, ઉનાળાની બળબળતી બપોર અને ચોમાસામાં વરસાદથી ભીંજાતા કોલેજના રસ્તાઓ... સમયના રથના પૈડાં ફરતા રહ્યા. સમય રેત ની માફક સરી રહ્યો હતો. એક... બે... અને જોતજોતામાં ત્રણ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો! ડૉ. વ્યાસની ધરપકડ પછી કેમ્પસમાં જે આઝાદીનો પવન ફૂંકાયો હતો, એણે કોલેજની આખી રોનક બદલી નાખી હતી. ડ્રગ્સના એ કાળા ઓછાયા કાયમ માટે ભૂંસાઈ ગયા હતા. હવે રાત્રે હોસ્ટેલની અગાસીઓ પર છૂપી ડીલિંગ્સ નહોતી થતી, પણ સિનિયર્સ અને જુનિયર્સ મળીને પરીક્ષાની તૈયારીઓ કરતા હતા. આ