કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 40

(24)
  • 581
  • 330

ભાગ ૪૦: શહીદ એજન્ટની છેલ્લી ચિઠ્ઠી સવારના ચાર વાગ્યા હતા. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનું કેમ્પસ હજુ ગાઢ નિદ્રામાં હતું. શિયાળાની ગુલાબી ઠંડી અને વહેલી સવારના ધુમ્મસ વચ્ચે, ફાર્માકોલોજી વિભાગની જૂની રિસર્ચ લેબ તરફ એક પડછાયો અત્યંત સાવચેતીથી સરકી રહ્યો હતો. આરવ! આ એ જ રિસર્ચ લેબ હતી, જ્યાં આઠ મહિના પહેલાં RAW ની બાહોશ એજન્ટ ડૉ. નૈના જોશીએ પોતાનું અન્ડરકવર મિશન ચલાવ્યું હતું. પોલીસના ચોપડે નૈનાએ આ જ રૂમમાં 'આત્મહત્યા' કરી હતી, પણ આરવ જાણતો હતો કે અહીં માતૃભૂમિ માટે એક શહીદી વહોરવામાં આવી હતી. લેબના દરવાજા પર જૂનું તાળું લટકી રહ્યું હતું. આરવે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો સ્ટીલનો વાયર