ભાગ ૩૯: ફેલ્કનનો ડેટા બ્રિચ રાતના બે વાગ્યા હતા. બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૧૨ માં જિગ્નેશ અને કેતન ઘોર નિદ્રામાં હતા. પરીક્ષાના પરિણામની ખુશી અને સાંજે કેન્ટીનની પાર્ટીના થાકને લીધે બંનેના નસકોરાં કોઈ લયબદ્ધ સંગીતની જેમ ગુંજી રહ્યા હતા. પણ રૂમની અગાસી પર, ચાંદની રાતના આછા પ્રકાશમાં આરવની આંખો માં ઊંઘ નહોતી. આરવના હાથમાં એક અત્યાધુનિક, મિલિટરી ગ્રેડનું એન્ક્રિપ્ટેડ ટેબ્લેટ હતું. એની આંખો સ્ક્રીન પર દોડી રહી હતી. એણે ટેબ્લેટને પોતાની સ્માર્ટવોચ સાથે સિંક કર્યું. સ્ક્રીન પર ધીમેથી એક ગ્રીન લાઈટ ઝબૂકી અને અવાજ આવ્યો: "કનેક્શન સિક્યોર્ડ, કેપ્ટન." સામે છેડે દિલ્હી હેડક્વાર્ટરના ગુપ્ત રૂમમાંથી ફેલ્કન સર લાઈવ હતા. "જય હિન્દ,