કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 37

ભાગ ૩૭: યુનિવર્સિટી ટોપર સેકન્ડ યર MBBS ની યુનિવર્સિટી પરીક્ષાઓ પૂરી થયાને બે મહિના વીતી ચૂક્યા હતા. આજે સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના મુખ્ય નોટિસ બોર્ડ પાસે વિદ્યાર્થીઓનું મોટું ટોળું જમા થયું હતું. આજે પરિણામનો દિવસ હતો! વિદ્યાર્થીઓના ધબકારા તેજ હતા. કોઈ પોતાના ભગવાનને યાદ કરી રહ્યું હતું, તો કોઈ આંગળીઓના નખ કરડી રહ્યું હતું. ભીડ ચીરીને કેતન અને જિગ્નેશ નોટિસ બોર્ડ સુધી પહોંચ્યા. બંનેની આંખો રિઝલ્ટ શીટ પર પોતાના રોલ નંબર શોધી રહી હતી. અચાનક જિગ્નેશ મોટેથી કૂદી પડ્યો! "અલા કેતિયા! હું પાસ! હું ફાર્માકોલોજી અને માઇક્રોબાયોલોજી... બધામાં પાસ થઈ ગયો!" જિગ્નેશની આંખોમાં હરખના આંસુ આવી ગયા. કેતને પણ પોતાનો