ભાગ ૩૬: પરીક્ષાનો તણાવ યુથ ફેસ્ટિવલની એ ભયાનક રાતને વીત્યે હવે ત્રણ અઠવાડિયાં થઈ ચૂક્યા હતા. ડૉ. વ્યાસની હાલત હવે પાંજરામાં પૂરાયેલા અને નખ કપાઈ ગયેલા કોઈ વૃદ્ધ વાઘ જેવી થઈ ગઈ હતી. એમની કેબિનમાં હવે કોઈ ષડયંત્રો નહોતા ઘડાતા, પણ આરવનો અદ્રશ્ય ડર એમને રાત-દિવસ કોરી રહ્યો હતો. કેમ્પસમાં શાંતિ હતી, અને ડ્રગ્સનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. પણ... મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવો અને સૌથી મોટો 'ડર' દરવાજે ટકોરા મારી રહ્યો હતો— સેકન્ડ યર યુનિવર્સિટી એક્ઝામ્સ! (દ્વિતીય વર્ષની વાર્ષિક પરીક્ષાઓ). બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૧૨ નું દ્રશ્ય કોઈ યુદ્ધ પછીના મેદાનની તબાહી જેવુ હતું. પથારી પર