ભાગ ૩૫: સાયકોલોજીકલ વોરફેર રાતના ત્રણ વાગ્યા હતા. કોલેજના ગ્રાઉન્ડમાં ડીજેનો ઘોંઘાટ હવે શાંત થઈ ગયો હતો અને આખા કેમ્પસમાં એક ભેંકાર, કાળમીંઢ સન્નાટો પથરાયેલો હતો. એચઓડી (HOD) ની એસી કેબિનમાં ડૉ. વ્યાસ પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠા હતા. એમના હાથમાં મોંઘી સ્કોચ વ્હિસ્કીનો ગ્લાસ હતો. એમના ચહેરા પર એક ક્રૂર, વિજયી સ્મિત હતું. એમની ગણતરી મુજબ, અત્યાર સુધીમાં ડ્રગ્સની બંને ટ્રક હાઈવે ક્રોસ કરી ચૂકી હશે અને આધ્યા... આધ્યા કદાચ હોસ્ટેલના કોઈ ખૂણે હંમેશા માટે શાંત થઈ ગઈ હશે. ડૉ. વ્યાસે ઘડિયાળમાં જોયું. ડૉ. મિહિરનો કે સપ્લાયર્સનો હજુ સુધી કોઈ રિપોર્ટ કેમ નહોતો આવ્યો? એમની અંદર એક અજીબ પ્રકારની