કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 33

  • 260
  • 130

ભાગ ૩૩: શૅડોનો પર્દાફાશ  જૂની એનાટોમી લેબની લાંબી, અંધારી પરસાળમાં આરવ અને આધ્યા પ્રવેશી ચૂક્યા હતા. બહાર વાગતા ડીજેનો અવાજ અહીં એકદમ ધીમો થઈ ગયો હતો. ફોર્મેલીન (Formalin) ની આછી ગંધ હવામાં તરી રહી હતી. આરવ અચાનક રોકાઈ ગયો. એની RAW ટ્રેઈન્ડ ઈન્દ્રિયોએ પાછળ આવી રહેલા પગલાંઓનો અવાજ પારખી લીધો હતો. "આધ્યા..." આરવે અત્યંત શાંતિથી આધ્યાના ચહેરા પર આવતી લટ સરખી કરતા કહ્યું, "તું બે મિનિટ માટે આ લેબની અંદર જઈને દરવાજો બંધ કરી દે. મારે એક 'જૂના મિત્ર' સાથે થોડી વાત કરવી છે." આધ્યાને આરવની આંખોમાં રહેલી ગંભીરતા સમજાઈ ગઈ. એણે કોઈ દલીલ કર્યા વગર ચૂપચાપ અંદર જઈને દરવાજો