ભાગ ૨૭: આરવની ઉદારતા હોસ્પિટલના જનરલ વોર્ડની બારીમાંથી સવારનો સોનેરી તડકો અંદર પ્રવેશી રહ્યો હતો, પણ રૂમ નંબર ૧૨ માં એક મધ્યમવર્ગીય લાચારીનો અંધકાર છવાયેલો હતો. જિગ્નેશ હવે હોશમાં હતો. એની છાતી પર પાટા બંધાયેલા હતા અને એના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાતી હતી. એની બાજુમાં પ્લાસ્ટિકની ખુરશી પર કેતન બેઠો હતો. કેતનના હાથમાં હોસ્પિટલના ફાર્મસીનું લાંબુ બિલ અને ખિસ્સામાંથી કાઢેલી અમુક ચોળાયેલી, જૂની નોટો હતી. "અલા જીગા..." કેતને અત્યંત ધીમા, રડમસ અવાજે કહ્યું, જેથી આસપાસના દર્દીઓ સાંભળી ના જાય, "દવાઓનું બિલ ૪૫૦૦ રૂપિયા થયું છે. અને મારી પાસે માત્ર ૧૨૦૦ રૂપિયા જ પડ્યા છે. તારા એટીએમમાં કંઈ છે?" જિગ્નેશે