ભાગ ૨૬: ડ્રગ્સ કનેક્શન: ફેલ્કન દ્વારા મળેલા નવા પુરાવા જૂની સાયન્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં છવાયેલી એ રોમેન્ટિક અને નીરવ શાંતિ અચાનક એક ભયાનક અવાજથી તૂટી ગઈ. ધડાડ્ડ! ધડાડ્ડ! બેઝમેન્ટના ભારે લોખંડી દરવાજા પર બહારથી જોરદાર પ્રહારો થવા લાગ્યા. ડૉ. વ્યાસના શૂટર્સ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરવાજાના મિજાગરા (Hinges) ધીમે ધીમે નબળા પડી રહ્યા હતા. આધ્યાના હ્રદયના ધબકારા વધી ગયા, પણ હવે એની આંખોમાં ડર નહોતો. જ્યારે કોઈ સ્ત્રીને ખબર પડે કે એનો પ્રેમ એના માટે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી શકે છે, ત્યારે એ સ્ત્રીની હિંમત બમણી થઈ જાય છે. આધ્યાએ આરવનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. શહીદ મેજર