ભાગ ૧૬: પ્રેમ અને લેબ આરવના હાથમાં રહેલો એ લાલ લેસરવાળો ફોટો જાણે ધગધગતા અંગારા જેવો થઈ ગયો હતો. કાલે સાંજે કોઈ સ્નાઈપર આધ્યાના માથા પર નિશાન લગાવીને બેઠો હતો અને આરવને ખબર પણ નહોતી પડી! એક બાહોશ RAW એજન્ટ તરીકે આ એની બહુ મોટી નિષ્ફળતા હતી. આરવે એ ફોટો ધીમેથી લાઈટરથી સળગાવી દીધો. એના ચહેરા પર કોઈ ગભરામણ નહોતી, પણ એની આંખોમાં એક ભયાનક, શાંત જ્વાળામુખી સળગી રહ્યો હતો. 'શેડો' એ આરવની નબળાઈ પર હાથ મૂકવાની ભૂલ કરી હતી. હવે આ શિકાર અને શિકારીની રમત બહુ જલ્દી રક્તરંજિત થવાની હતી. બીજા દિવસની સવાર. હોસ્ટેલ રૂમ નંબર ૪૦૪. રૂમમાં સવારના