ભાગ ૧૨: ગ્રીષ્મા નો સંદેશ રૂમ નંબર 404 માં પંખાના કચૂડ-કચૂડ અવાજ સિવાય એક ભયાનક, થીજવી દે તેવી નીરવ શાંતિ છવાયેલી હતી. આરવની ગ્લોક પિસ્તોલનું ઠંડુ બેરલ સીધું બંધ દરવાજા તરફ તાકેલું હતું. દરવાજાની નીચેની તિરાડમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કોઈક બહાર બિલકુલ શાંતિથી ઊભું છે. 'શેડો'. આરવની આંગળી ટ્રિગર પર કસાવા લાગી. એના શરીરમાં ટેટ્રોડોટોક્સિનનું ઝેર ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું, આંખોમાં ધૂંધળાશ છવાઈ રહી હતી, પણ એક કમાન્ડોની ડીફેન્સ મિકેનિઝમ હજુ પણ સક્રિય હતી. ત્યાં જ, અચાનક પાછળથી બાથરૂમના દરવાજાનો લોક ખૂલવાનો અવાજ આવ્યો. આ અવાજ સાંભળતા જ પેલો બહાર ઊભેલો કાળો પડછાયો અચાનક સળવળ્યો અને પગલાંનો